ફરી ક્યારેય ન ચૂકોતમારો એક્ઝિટ.
ભાવ બરાબર ત્યાં જ હતો. તમે કાર્યવાહી ન કરી. ભૂલ તમારી સ્ટ્રેટેજીની નથી — નક્કી કરવા અને ઓર્ડર મૂકવા વચ્ચેના અંતરની છે.
તમારો ટ્રેડ પાથ એક વાર નક્કી કરો. તમારી શરતો પૂરી થતાં જ Ai4Trades એક્ઝિક્યુટ કરે છે — તમારા પોતાના બ્રોકર પર, કોઈ પ્લેટફોર્મ ફી વગર.
પહેલેથી એકાઉન્ટ છે? લોગિન
તમારા ટ્રેડનું બધું જ ચાર્ટ પર છે.
એન્ટ્રી, સ્ટોપ લોસ, ટાર્ગેટ, ટ્રેલ લેવલ, પ્રોફિટ બુકિંગ નિયમ, તમારા હોલ્ડિંગની સરેરાશ કિંમત — બધું તમે જોઈ રહ્યા છો તે ભાવ પર જ દોરેલું. ચાર્ટ પર લેવલ ખસેડો અને ઓર્ડર તેની સાથે ખસે છે. કોઈ ફોર્મ ખોલ્યા વગર બાય, સેલ અને સ્ટોપ સેટ કરો.
પ્લેટફોર્મની દરેક ગ્રિડમાં પંક્તિ પર ચાર્ટ કંટ્રોલ છે. કોઈ સિમ્બોલ જોવા માટે તેને ફરી ટાઇપ કરવો પડતો નથી.
બાકી માર્કેટે જે બનાવ્યું નથી, એવા પાંચ વિચાર.
દરેક એક જ કારણે છે: ટ્રેડ ખબર હોવા અને તેને મૂકવા વચ્ચેનું અંતર.
ઓટો-પાયલટ: અફસોસ વગરનું એન્જિન
ટ્રેડર્સ અચકાય છે, અથવા પોતાના કામમાં વ્યસ્ત હોય છે. પરિણામ: ચૂકી ગયેલો નફો કે વધારે ઊંડું નુકસાન — આ એક્ઝિક્યુશનનું અંતર છે, સ્ટ્રેટેજીની સમસ્યા નથી.
તમે તમારો ટ્રેડ પાથ નક્કી કરો: ટાર્ગેટ, સ્ટોપ લોસ, ટ્રેલ કેવી રીતે કરવું, બુકિંગ કેવી રીતે કરવું. એન્જિન રિયલ-ટાઇમમાં નજર રાખે છે અને શરતો પૂરી થતાં એક્ઝિક્યુટ કરે છે.
નિયમો, લાગણીઓ નહીં
સાચું એનાલિસિસ હોવા છતાં મોટા ભાગના ટ્રેડર્સ પૈસા ગુમાવે છે, કારણ કે લાગણી હાવી થઈ જાય છે: આશામાં ખોટના શેર પકડી રાખવા, ડરમાં નફાના શેર વેચી દેવા.
ભાવ જ સર્વોપરી છે. તમારો અભિપ્રાય નહીં, તમારી આશા નહીં, તમારો ડર નહીં. પહેલેથી નક્કી કરેલા નિયમો, સિસ્ટમ દ્વારા એક્ઝિક્યુટ થાય છે.
સ્માર્ટ મની શેડો
રિટેલ ટ્રેડર ખૂબ લાંબું પકડી રાખે છે, પોર્ટફોલિયો જોઈને અફસોસ કરે છે, અને ભાવ જોયા પછી પણ એક્ઝિટ ચૂકી જાય છે. સ્માર્ટ મની ટ્રેડ મેનેજ કરે છે; તેની સાથે જોડાઈ જતું નથી.
તમારા ટ્રેડ પર એન્ટ્રીથી એક્ઝિટ સુધી નજર રખાય છે અને તેને વધવા દેવાય છે. ભાવની શરત પૂરી થતાં જ કાર્યવાહી તરત થાય છે.
વર્ચ્યુઅલ માર્જિન: મૂડી જે મુક્ત રહે છે
તમારી શરત મેળ ન ખાય ત્યાં સુધી તમારો ઓર્ડર એક્સચેન્જને દેખાતો નથી. ત્યાં સુધી તમારું ફંડ બ્લૉક થતું નથી, એટલે તમે બીજી દરેક તકો માટે એકસાથે તૈયાર રહો છો.
મૂડી નાની હોય કે મોટી, કાર્યક્ષમતા જ સાચી ધાર છે.
BYB — Bring Your Broker
તમે અમને ચૂકવતા નથી. તમે તમારા બ્રોકરને ચૂકવો છો. કોઈ પ્લેટફોર્મ ફી નહીં, મુખ્ય ઉપયોગ માટે કોઈ સબ્સ્ક્રિપ્શન નહીં, અને હિતોનો કોઈ ટકરાવ નહીં.
તમે પહેલેથી વાપરો છો તે બ્રોકર જોડો અને તમારો હાલનો પ્લાન રાખો. જો તમારી પાસે બ્રોકર ન હોય, તો સપોર્ટેડ લિસ્ટમાંથી પસંદ કરો — અમે તમારા માટે ક્યારેય કોઈ એકની ભલામણ કરતા નથી.
સ્ક્રીનશોટ નહીં. આ ચાર્ટ લાઇવ છે.
NSE કે BSE નો કોઈ પણ શેર કે ઇન્ડેક્સ, પ્લેટફોર્મ જે માર્કેટ ડેટા પર ચાલે છે તેનાથી જ દોરેલો — અને વિશ્વ બોર્ડ પરનું કંઈ પણ ચાર્ટ કરવા માટે (ડાઉ, DAX, નિક્કેઈ, ક્રૂડ, સોનું, કોપર, US યીલ્ડ, ડૉલર કે બિટકોઇન) Global પર સ્વિચ કરો. Ai4Trades ની અંદર આ ચાર્ટ પર તમારા ઓર્ડર, પોઝિશન્સ અને હોલ્ડિંગ્સ પણ ખેંચી શકાય તેવી લાઇન તરીકે દેખાય છે — અને ત્યાંથી જ એક્ઝિક્યુટ પણ થાય છે.
NIFTY 50 · NSE ઇન્ડેક્સ · Ai4Trades માર્કેટ ડેટા, દર મિનિટે અપડેટ
આખું માર્કેટ, મિનિટે મિનિટે.
NSE અને BSE પર બ્રેડ્થ, સેક્ટર, ઇન્ડેક્સ અને બિલ્ડ-અપ — સત્ર દરમિયાન દર મિનિટે ફરી ગણાય છે અને રોજ આર્કાઇવ થાય છે, જેથી આજનો દિવસ હંમેશા સંદર્ભ સાથે મળે. Global ટેબમાં એ વિશ્વ માર્કેટ છે જે તમે માર્કેટ ખૂલતા પહેલાં જુઓ છો.
માર્કેટ બ્રેડ્થ
ADR 0.41 · અતિ નિરાશાવાદએડવાન્સ સામે ડિક્લાઇન, દરેક બેન્ડના ઇન્ટ્રાડે હાઇ અને લો સાથે — જે ભાગ ખરેખર ટ્રેન્ડ બતાવે છે.
સેક્ટર પર્ફોર્મન્સ
70+ સેક્ટર, કેપિટલ-વેઇટેડ અને ઇક્વલ-વેઇટેડ. કોઈ પણ પંક્તિ ખોલીને વેઇટેજ સાથેના ઘટકો જુઓ.
માર્કેટ મૂવમેન્ટ
ઇન્સ્ટિટ્યૂશનલ ફ્લો
| FII/FPI | +4,864.68 | |
| DII | -3,519.05 | |
| -128.13 | ||
| Nifty 50 | +56.27 | |
| Nifty Bank | +49.86 | |
| Nifty Midcap Select | -234.27 | |
| Nifty Next 50 | 0.00 | |
| Nifty Financial | 0.00 | |
| -8,134.26 | ||
| STOCK FUTURES | -1,071.89 | |
| STOCK OPTIONS | -986.74 |
સમાચાર
કોર્પોરેટ એક્શન
F&O બૅન લિસ્ટ
એડવાન્સ / ડિક્લાઇન લાઇન
એડવાન્સમાંથી ડિક્લાઇન બાદ કરીને, સત્ર પછી સત્ર ઉમેરાતી. ઇન્ડેક્સને અનુસરતી લાઇનમાં કંઈ ખાસ નથી; ઇન્ડેક્સ ચઢતો હોય છતાં લાઇન નીચે સરકે તો તેની નીચે બ્રેડ્થ સંકોચાઈ રહી છે.
Live market data is not carried into printed copies. See ai4trades.com/#market
સીઝનાલિટી
પાંચ વર્ષના માસિક રિટર્ન, જેથી ઇન્ડેક્સે ઐતિહાસિક રીતે કયા મહિના પસંદ કર્યા છે તે એક નજરમાં દેખાય.
ક્લોઝ-ટુ-ક્લોઝ માસિક રિટર્ન. જીત એટલે તે વર્ષોનો હિસ્સો જેમાં મહિનો અગાઉ કરતાં ઊંચો બંધ થયો. વર્ષ બાર મહિનાનું ચક્રવૃદ્ધિ રિટર્ન છે — અગાઉના ડિસેમ્બરના ક્લોઝથી આ ડિસેમ્બરના ક્લોઝ સુધી — પોતાના અલગ રંગ સ્કેલ પર, કારણ કે વર્ષમાં ભાવ મહિના કરતાં ઘણો વધારે હલે છે. જેમાં કોઈ મહિનો ખૂટે તે વર્ષ આ રીતે ચિહ્નિત છે: *, ચાલુ વર્ષ YTD, અને બંનેની ગણતરી વાર્ષિક આંકડામાં થતી નથી. ભૂતકાળની સીઝનાલિટી ભવિષ્યનું અનુમાન નથી.
Live market data is not carried into printed copies. See ai4trades.com/#market
ઇન્ડેક્સ હીટ મેપ
NSE અને BSE ના દરેક ઇન્ડેક્સ, એક્સચેન્જ જે રીતે ગ્રુપ કરે છે તે રીતે, સત્ર દરમિયાન ફરતા — આજે પૈસા ક્યાં જઈ રહ્યા છે, આખા માર્કેટમાં એકસાથે.
અમે ટ્રેક કરતા NSE અને BSE ના દરેક ઇન્ડેક્સ, ગ્રુપ મુજબ, સત્ર દરમિયાન ફરતા — અગાઉના ક્લોઝ સામે છેલ્લો ટ્રેડ. શેડિંગ નકશા પરની સૌથી મોટી હિલચાલના પ્રમાણમાં છે, એટલે રંગો ઇન્ડેક્સને એકબીજા સાથે સરખાવે છે, નક્કી સ્કેલ સામે નહીં. ડેશવાળી ટાઇલ એટલે જે ઇન્ડેક્સનો હજી ભાવ આવ્યો નથી.
Live market data is not carried into printed copies. See ai4trades.com/#market
દસ સ્ક્રીન. નીચે એક જ ટ્રિગર સિસ્ટમ.
તમે જે પણ ખોલો — ચાર્ટ, વૉચલિસ્ટ, ઓર્ડર બુક, પોઝિશન્સ, હોલ્ડિંગ્સ — તેના પર એ જ ટ્રેલ અને પ્રોફિટ બુકિંગ લોજિક ઉપલબ્ધ છે.
ડેશબોર્ડ
તમારી સમગ્ર નેટવર્થનો ઊંચેથી દેખાવ — પોઝિશન્સ અને હોલ્ડિંગ્સ સાથે, ટિક-બાય-ટિક, કોઈ વિલંબ વગર.
નજર રાખવાનું કામ પ્લેટફોર્મ પર છોડો.
ચાર ટૂલ જે સેટઅપ શોધે છે, ટ્રેડ મેનેજ કરે છે અને જોખમ બતાવે છે. ઓર્ડર મૂકી શકે તેવું દરેક ટૂલ બંધ અથવા ડ્રાય રનમાં શરૂ થાય છે, અને દરેક ઓર્ડર તમારા પોતાના બ્રોકર મારફતે જ જાય છે.
આખા માર્કેટ પર તમારા માટે નજર રાખતી સ્ક્રીન
NSE અને BSE પર ભાવ, વોલ્યૂમ, ઓપન ઇન્ટરેસ્ટ, બિલ્ડ-અપ, મોમેન્ટમ અને ફંડામેન્ટલ્સ પર એક વાર સ્ક્રીન બનાવો. તે જાતે ફરી ચાલે છે અને કોઈ શેર બંધ બેસે કે તરત જણાવે છે.
- 01ફીલ્ડ લિસ્ટમાંથી શરતો પસંદ કરો, અથવા બિલ્ટ-ઇન સ્ક્રીનથી શરૂ કરો. “બધી” અને “કોઈ પણ” ગ્રુપ તમને લોજિક આપે છે.
- 02તેને My Screens હેઠળ સેવ કરો, અથવા ઘણી સેવ કરેલી સ્ક્રીનને એક કમ્પોઝિટ સ્ક્રીનમાં જોડો.
- 03એલર્ટ ચાલુ કરો: દિવસના અંતે, સત્ર દરમિયાન દર 15 મિનિટે, અથવા સાપ્તાહિક ક્લોઝ પછી.
- 04દરેક એલર્ટમાં સપોર્ટ અને રેઝિસ્ટન્સ સાથે ટ્રિગર લેવલ હોય છે, અને તે સીધું ચાર્ટ પર ખૂલે છે.
- પરિણામો મોમેન્ટમ પ્રમાણે ક્રમમાં, શોધી અને સોર્ટ કરી શકાય તેવા હોય છે, અને કોઈ પણ પરિણામ ચાર્ટ પર ખૂલે છે.
- સાપ્તાહિક સ્ક્રીન માત્ર કેશ ઇક્વિટી પર ચાલે છે, કારણ કે સાપ્તાહિક બાર ત્યાં જ હોય છે.
- કાઢી નાખેલી સ્ક્રીન પર આધારિત કમ્પોઝિટ સ્ક્રીન પર નિશાની લાગે છે અને તમે ઠીક ન કરો ત્યાં સુધી એલર્ટ બંધ રહે છે.
- સ્ક્રીનના એલર્ટ જ Swing Rider કેમ્પેઇન શરૂ કરે છે, અને માત્ર તમે મંજૂર કરેલા શેર પર.
સ્ક્રીન ઉમેદવાર શોધે છે. તે માહિતી છે, કંઈ ખરીદવા કે વેચવાની ભલામણ નથી.
આખું ડેસ્ક, તમારા ખિસ્સામાં.
Ai4Trades Android અને iOS પર નેટિવ એપ છે, રેપરમાં વીંટાળેલી વેબસાઇટ નથી. એ જ એકાઉન્ટ, એ જ બ્રોકર, એ જ ટ્રિગર: સવારે ડેસ્ક પર ટ્રેડ આર્મ કરો અને ફોનથી તેને ભરાતો જુઓ, અથવા આખો ટ્રેડ ટ્રેનમાંથી જ મૂકો.
તમારા લેવલ સાથેના ચાર્ટ, દરેક ઓર્ડર ટાઇપ, પૂરો માર્કેટ-ડેટા સેટ અને સ્ક્રીન કે ટ્રિગર ચાલે ત્યારે પુશ નોટિફિકેશન — ફોન પ્લેટફોર્મનો કાપેલો વ્યૂ નથી.
બંને એપ લાઇવ છે અને રોજ વપરાય છે, Play Store અને App Store લિસ્ટિંગ પહેલાં. ફ્રી એકાઉન્ટ ખોલો અને અમને બિલ્ડ માટે કહો — અમે તમારા ફોન માટે ઇન્સ્ટોલ લિંક મોકલીએ છીએ.
એપ તમારી ભાષા બોલે છે
Ai4Trades 11 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેમાંથી 8 Beta માં છે: મશીન દ્વારા તૈયાર કરેલી અને હજી નેટિવ સ્પીકર્સ દ્વારા રિવ્યૂ થઈ રહી છે.
- English
- ગુજરાતી
- हिन्दी
- मराठी
- தமிழ்Beta
- తెలుగుBeta
- ಕನ್ನಡBeta
- বাংলাBeta
- മലയാളംBeta
- ਪੰਜਾਬੀBeta
- ଓଡ଼ିଆBeta
- অসমীয়াBeta
એપના મેનુમાંથી ભાષા પસંદ કરો. ડિફોલ્ટ ભાષા અંગ્રેજી છે.
બીજા બધા દર મહિને ચાર્જ કરે છે. અમે કંઈ નહીં.
કોઈ પ્લેટફોર્મ ફી નહીં, મુખ્ય ઉપયોગ માટે કોઈ સબ્સ્ક્રિપ્શન નહીં, કોઈ છુપા ચાર્જ નહીં. તમે પસંદ કરેલા બ્રોકરને, તમે પસંદ કરેલા પ્લાન પ્રમાણે બ્રોકરેજ ચૂકવો છો.
સ્પર્ધકોના ભાવ લખતી વખતના એન્ટ્રી-લેવલ પ્રકાશિત લિસ્ટ ભાવ છે અને માત્ર સરખામણી માટે બતાવ્યા છે. વર્તમાન ભાવ માટે દરેક પ્રોવાઇડર પાસે તપાસો.
એકબીજાથી એકદમ અલગ છ પ્રકારના લોકો માટે બનેલું.
જે ક્ષણે ટ્રેડ ખરેખર થવો જોઈએ, તે ક્ષણ માટે અમે બનાવીએ છીએ.
Ai4Trades એક ફિનટેક કંપની છે જે ભારતીય માર્કેટ માટે સંપૂર્ણ ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગ પ્લેટફોર્મ બનાવે છે. અમે SEBI રિટેલ અલ્ગો ફ્રેમવર્ક હેઠળ NSE સાથે એમ્પેનલ્ડ અલ્ગો પ્રોવાઇડર છીએ, પણ પ્લેટફોર્મ તેના કરતાં વિશાળ છે: માર્કેટ ડેટા, વૉચલિસ્ટ, ચાર્ટ, ઓર્ડર્સ, સ્કેલ્પિંગ, સ્ક્રીનિંગ, પોઝિશન્સ, હોલ્ડિંગ્સ અને રિપોર્ટિંગ બધું એક ટ્રિગર સિસ્ટમ પર છે.
કંપની એવી ખાઈને કારણે અસ્તિત્વમાં છે જેની સાથે અમે પોતે જીવતા રહ્યા. રિટેલ ટ્રેડર્સ અને રોકાણકારો પાસે એનાલિસિસની કમી નથી. કમી છે તેમના મનમાં પહેલેથી હતા તે જ ભાવે એક્ઝિક્યુશનની. અમે જે કંઈ બનાવીએ છીએ તેનો હેતુ એ ખાઈ પૂરવાનો છે, કોઈને આખો દિવસ સ્ક્રીન સામે બેસાડ્યા વગર.
અમે પ્લેટફોર્મ ફી લેતા નથી અને બ્રોકરની ભલામણ કરતા નથી. તમે તમારો બ્રોકર લાવો, તમે તમારો બ્રોકરેજ પ્લાન રાખો, અને ટ્રેડ કરાવવાનું પ્રોત્સાહન પ્રોડક્ટમાં ક્યારેય આવતું નથી.
Empanelled by NSE as an algo provider.
The National Stock Exchange of India has empanelled Ai4Trades LLP to provide algorithmic trading solutions to the trading members of the Exchange, as notified in its circular of 12 November 2026.
Empanelment is with NSE only. It is not a registration of any individual algo, strategy or order: under the SEBI framework that registration is made by the broker with the exchange. Ai4Trades is a technology platform, not a stock broker, and every order is placed through your own SEBI-registered broker.
Certified to ISO/IEC 27001:2022.
Ai4Trades LLP operates an Information Security Management System that has been independently audited and certified to ISO/IEC 27001:2022, the international standard for managing information security.
Application Development, Design and Development of Algorithmic Strategies, Quantitative Research, Information Technology, Information Security, Administration, Human Resources, and IT Helpdesk. In accordance with the Statement of Applicability version v1.0.
સાઇન અપ કરતા પહેલાં લોકો જે પૂછે છે તે.
કંઈ પણ ફંડ કરતા પહેલાં અમારી સાથે વાત કરો.
બ્રોકર સપોર્ટ, ટ્રિગર સિસ્ટમ કે ટીમને ઓનબોર્ડ કરવા વિશે પ્રશ્નો હોય — અમને લખો અને એક વ્યક્તિ જવાબ આપશે.

